મંદિર સાથે સંકળાયેલા મહત્ત્વપૂર્ણ કાર્યો
શ્રી ગીતાસાગર મહારાજનો પરિચય
કહેવાય છે ને કે બાળકની રમત પરથી કહી શકાય કે બાળક- મોટું થઈને શું બનશે..? એના જીવનમાં કેવું રહેશે..? આ એવુ બાળક કે જેની રમતજ શ્રીકૃષ્ણની ભક્તિ, નાની વયથીજ પોતાના ઘરની આસપાસના મંદિરના પ્રાંગણમાં કથા-કિર્તન શ્રવણ કરી, માતા પિતાના આશીર્વાદથી તથા રાજા રણછોડની કૃપાથી ભક્તિના-સેવાના માર્ગે આગળ વધવાનું વિચાર્યું અને ૧૭ વર્ષની યુવાન વયે ભક્તજનોને ભક્તિ રસમાં તરબોળ કરતી વાણીથી પ્રથમ કિર્તન પોતાના પડોશમાં શરૂ કરી નાનકડા વ્રજ મંડળની સ્થાપના કરી. જનની ની જોડ સખી નહી જડે રે લોલ” કૃતી ને આત્મસાત કરતા, માતા જ જીવનમાં ખૂબ મહત્વની છે. તેવુ સાબિત કરવા પોતાના નામની આગળ પોતાની માતાનું નામ જોડી અને નામ રાખ્યું “ગીતાસાગર મહારાજ”
સંત શ્રી પુનિત મહારાજના તથા દિવ્યસંતો-ભકતોના આશીર્વાદ થી સમયાંતરે કથા અને કિર્તનના માધ્યમથી લોકોની સાથે ભક્તિ કરતા લોક સેવા અર્થે અને સમાજને કંઈ આપવુ એવા પુનિત વિચારોથી “વ્રજ મંડળની” “વજ સેવા પરિવાર સંસ્થાનમ્” નામથી સંસ્થાની શરૂઆત કરી.

Devotee Services


Shree Banke Bihariji Dham
મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ આ ધામ બાંકે બિહારીજીની કૃપાથી સતત ભક્તિ અને આશાનું પવિત્ર સ્થાન બની રહ્યું છે.

Radhe Shyam Gaushala
શ્રી રાધેશ્યામ ગૌશાળામાં હાલ ૧૨૦થી વધુ ગાયોની અવિરત સેવા ભક્તિભાવપૂર્વક ચાલી રહી છે. દરેક ગાયને સુરક્ષિત આશ્રય આપવામાં આવે છે.

Annakshetra
શ્રી બાંકે બિહારીજી ધામ ખાતે ૨૪ કલાક અન્નક્ષેત્ર કાર્યરત છે, જ્યાં ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

શ્રી બાંકે બિહારીજી
ધામ વિશે
શ્રી બાંકે બિહારીજી મંદિર, ઉત્તર પ્રદેશના વૃંદાવન ધામમાં આવેલ છે અને ભગવાન શ્રીકૃષ્ણના એક અદ્વિતીય સ્વરૂપ તરીકે પૂજાય છે. “બાંકે”નો અર્થ છે વાંકડો (બેંસી ગયેલો) અને “બિહારી”નો અર્થ છે ખેલનાર, વિહરનાર. તેથી બાંકે બિહારી એટલે – વિહાર કરતી વાંકડા રૂપાવાળી મુર્તિધારી કૃષ્ણમૂર્તિ.
માગસર સુદ પંચમી ના દિવસે બિહારીજી સ્વયં પ્રગટેલા છે. અને શ્રી હરિદાસજી ના ખોળાની અંદર બિહારીજી નું વીગ્ર સ્વરૂપ પ્રાગટ્ય થયું.અને એ સ્વરૂપ આજે વ્રજ ના મહારાજા તરીકે વૃંદાવન ડાકોર માં પ્રથિસ્તિથ છે. શ્રી બાંકે બિહારીજી મહારાજની વિશેષતા એ છે કે કોઈ એકી નજરે જુવે તો બિહારીજી એમની સાથે ચાલ્યા જાય છે એટલે તો મંદિરના પાટ દરવાજા ક્યારેય લાંબા સમય માટે ખુલા રાખવામાં આવતા નથી ત્યાં પરદો કરવામાં આવે છે.
મંદિરની સ્થાપના સ્વામી હરિદાસજી દ્વારા ૧૬મી સદીમાં કરવામાં આવી હતી. કહેવાય છે કે હરિદાસજીની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન કૃષ્ણ અને રાધાજી પોતે પ્રગટ થયા હતા અને જે મુર્તિ તેનું દર્શન આજે પણ મંદિરમાં થાય છે.
એજ ધામ નું નિર્માણ ગુજરાત ના ભક્તો ને લાભ મળે તેના હેતુસર ડાકોર થી 12 કિલોમીટર બોરડી અલીણા પાસે કરવામાં આવ્યું છે. જેનું સંચાલન શ્રી ગીતાસાગર મહારાજના માર્ગદર્શન હેઠળ “વજ સેવા ટ્રસ્ટ” દ્વારા કરવામાં આવે છે.
Click Here to Joint Our Whatsapp Group
Temple photos

સત્સંગ કથા તથા ધાર્મિક યાત્રા વિશે
આવનારી સત્સંગ કથા તથા ધાર્મિક યાત્રાઓ અંગે ભક્તોને સરળતાથી માહિતી મળી રહે તે માટે અને અહીં ભક્તો આગામી કથાની વિગતો જોઈ શકે છે અને પોતાના ફોટા સાથે કથાનું આમંત્રણ કાર્ડ બનાવી ને સોશિયલ મીડિયા પર શેર પણ કરી શકે છે.
ચાલો ચાલો શક્તિપીઠ માં જવલાદેવી ના ખોળે દિવ્ય ભજન સત્સંગ સાથે સાથે આજુબાજુમાં બીજી શક્તિપીઠ ના દર્શન વૈષ્ણોદેવી અમૃતસર પંજાબ વાઘબોર્ડર બીજા યાત્રાના સ્થાનો
પોતાના ફોટા સાથે કથાનું આમંત્રણ કાર્ડ બનાવી ને સોશિયલ મીડિયા પર શેર પણ કરી શકો છો.










