Skip to content Skip to footer

શ્રી ગીતાસાગર મહારાજનો પરિચય

કહેવાય છે ને કે બાળકની રમત પરથી કહી શકાય કે બાળક- મોટું થઈને શું બનશે..? એના જીવનમાં કેવું રહેશે..? આ એવુ બાળક કે જેની રમતજ શ્રીકૃષ્ણની ભક્તિ, નાની વયથીજ પોતાના ઘરની આસપાસના મંદિરના પ્રાંગણમાં કથા-કિર્તન શ્રવણ કરી, માતા પિતાના આશીર્વાદથી તથા રાજા રણછોડની કૃપાથી ભક્તિના-સેવાના માર્ગે આગળ વધવાનું વિચાર્યું અને ૧૭ વર્ષની યુવાન વયે ભક્તજનોને ભક્તિ રસમાં તરબોળ કરતી વાણીથી પ્રથમ કિર્તન પોતાના પડોશમાં શરૂ કરી નાનકડા વ્રજ મંડળની સ્થાપના કરી. જનની ની જોડ સખી નહી જડે રે લોલ” કૃતી ને આત્મસાત કરતા, માતા જ જીવનમાં ખૂબ મહત્વની છે. તેવુ સાબિત કરવા પોતાના નામની આગળ પોતાની માતાનું નામ જોડી અને નામ રાખ્યું “ગીતાસાગર મહારાજ”
સંત શ્રી પુનિત મહારાજના તથા દિવ્યસંતો-ભકતોના આશીર્વાદ થી સમયાંતરે કથા અને કિર્તનના માધ્યમથી લોકોને સાથે ભક્તિ કરતા લોક સેવા અર્થે અને સમાજને કંઈ આપવુ એવા પુનિત વિચારોથી “વ્રજ મંડળની” “વજ સેવા પરિવાર સંસ્થાનમ્’ નામથી સંસ્થાની શરૂઆત કરી. દીકરીના લગ્ન, ગૌમાતાની સેવા તથા ભૂખ્યાને ભોજન વસ્ત્રદાન અનુદાન એજ યુનિત મંત્ર માની કામ કરવાની શરૂઆત કરી. ૨૦૦૭ થી ૨૦૨૨ સુધી ૧૬ વર્ષ દરમ્યાન કુલ ૧૫૫ થી પણ વધુ ભાગવત-દેવી ભાગવત, આનંદ ગરબા કથા, કુંવરબાઈનું મામેરૂ તથા નવદ્યા ભક્તિ સત્સંગ કથા શ્રી ગીતાસાગર મહારાજની વ્યારાવીહે ગુજરાત ના નાના મોટા શહેરો તથા ગામોમાં કરી લોકચાહના મેળવી છે.

ગુજરાતભર માં લોકપ્રિય ભક્તિ કથાઓ

ધાર્મિક યાત્રા ખુબજ ખર્ચાળ હોઈ ઘણાં લોકો યાત્રા નથી કરી શકતા તેઓ ને યાત્રા કરાવવાના શુભ વિચારે ખૂબજ સસ્તાદરે ભકતોને યાત્રા કરાવી હરિદ્વાર-મથુરા રામેશ્વર જનનાથ પુરી જેવા ધામોમાં યાત્રા સાથે કથા કરી અને લોકોને ધાર્મિક સ્થાનોના દર્શન કરાવે છે. અવિરત પણે પોતાના આ ધાર્મિક સામાજિક કામો કરવા મહારાજ શ્રી એ બાંકે બિહારીજી મંદિર ના નિર્માણનું સ્વપ્ન સેવ્યુ અને મંદિર નિર્માણ સાથે આશ્રમ અને ગૌશાળાનું પણ નિર્માણ કરવાની શરૂઆત પોતાની કથા દ્વારા દાન ભેટ ભેગી કરી રહ્યા છે. મહારાજ શ્રી એ ડાકોર ધામ જતાં પગપાળા યાત્રીકો, સંઘો નીસેવા અર્થે મંદિર અને આશ્રમનું નિર્માણ ડાકોર રોડ પર કરવા ત્યાં જગ્યા લીધી અને અત્યારે એજ જગ્યા પર ભકતો માટે અન્નક્ષેત્ર અને ચા-વિસામોની સેવા અવિરત ચાલું છે.. સાથે નિમાર્ણ થઈ રહુછે બાંકે બિહારીજી મંદિર. ગૌ શાળા અને રાધે આશ્રમ. આવા સનાતન ધર્મની સેવાના ભેખધારી શ્રી ગીતાસાગર મહારાજની આ કથા માં આપની ઉપસ્થીતિ આપનું જીવન ધન્ય બનાવે તેવી આશા સાથે… સૌને રાઘે રાધે

Click to Join Instagram