
શ્રી રાધેશ્યામ ગૌશાળાની શરૂઆત
શ્રી ગીતાસાગર મહારાજ ના પૂજનીય દાદા રાધેશ્યામ લક્ષ્મીનારાયણ ભાવસાર ના મત મુજબ દાન નો પૈસો એ સારા કાર્ય માં વપરાય એવા બોલ થી પૂજય મહારાજ શ્રી એ નાનપણ થી એક સુંદર સ્વપન સેવ્યું કે જયારે પણ શ્રી બાંકે બિહારીજી ધામ નું નિમાર્ણ થશે એ પહેલા એક સુંદર ગૌશાળાનું નિમાર્ણ થશે, તેનુ નામકરણ તેમના દાદા ના નામ થી શ્રી રાધેશ્યામ ગૌશાળા રાખવામાં આવશે. કોરોના કાળ પછી ભક્તો ના હૃદયમાં ભક્તિ ભર્યુ સ્નાન મેળવનાર પૂજ્ય ગીતાસાગર મહારાજ ને સમગ્ર ગુજરાત તેમજ ભારત અને દેશ – વિદેશ માંથી ભક્તો નું તન – મન – ધન નો સહકાર પ્રાપ્ત થયો.
પાવન ભૂમિ પર ગૌસેવાની મહાયાત્રા
ડાકોર થી 12 કિલોમીટર પહેલા અલીણા પાસે એક ભૂમિ સંપાદન થઇ જે પાવન ભૂમિ પર 2022 માં મોટા મંદિર લીંબડી ના મહામંડલેશ્વર 1008 શ્રી લલિત કિશોર શરણજી મહારાજ ના કરકમર દ્વારા, મહારાજ શ્રી ના માતા શ્રી પૂજ્ય ગીતાબા એવમ પિતા શ્રી પૂજ્ય રામુદાદા ની પ્રેરક ઉપસ્થિતિ માં આ ગૌશાળા નો મંગલ પ્રારંભ થયો. એક ગાયથી શરૂ થયેલ (ગંગા ગાય) ગૌશાળા માં આજે ૧૨૦થી વધુ ગાયો ની અવિરત સેવા ચાલી રહી છે. આપ શ્રી પણ ગૌમાતા ના દર્શન કરવા અચૂક પધારશો.


