
બાંકે બિહારીજીનું સ્થાન, પ્રાગટ્ય અને ઈતિહાસ
શ્રી બાંકે બિહારીજી મંદિર, ઉત્તર પ્રદેશના વૃંદાવન ધામમાં આવેલ છે અને ભગવાન શ્રીકૃષ્ણના એક અદ્વિતીય સ્વરૂપ તરીકે પૂજાય છે. “બાંકે”નો અર્થ છે વાંકડો (બેંસી ગયેલો) અને “બિહારી”નો અર્થ છે ખેલનાર, વિહરનાર. તેથી બાંકે બિહારી એટલે – વિહાર કરતી વાંકડા રૂપાવાળી મુર્તિધારી કૃષ્ણમૂર્તિ.
માગસર સુદ પંચમી ના દિવસે બિહારીજી સ્વયં પ્રગટેલા છે. અને શ્રી હરિદાસજી ના ખોળાની અંદર બિહારીજી નું વીગ્ર સ્વરૂપ પ્રાગટ્ય થયું.અને એ સ્વરૂપ આજે વ્રજ ના મહારાજા તરીકે વૃંદાવન ડાકોર માં પ્રથિસ્તિથ છે. શ્રી બાંકે બિહારીજી મહારાજની વિશેષતા એ છે કે કોઈ એકી નજરે જુવે તો બિહારીજી એમની સાથે ચાલ્યા જાય છે એટલે તો મંદિરના પાટ દરવાજા ક્યારેય લાંબા સમય માટે ખુલા રાખવામાં આવતા નથી ત્યાં પરદો કરવામાં આવે છે.
મંદિરની સ્થાપના સ્વામી હરિદાસજી દ્વારા ૧૬મી સદીમાં કરવામાં આવી હતી. કહેવાય છે કે હરિદાસજીની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન કૃષ્ણ અને રાધાજી પોતે પ્રગટ થયા હતા અને જે મુર્તિ તેનું દર્શન આજે પણ મંદિરમાં થાય છે.
બોરડી ધામનું નિર્માણ, અન્નક્ષેત્ર સેવા અને ધામનું મહત્વ
એજ ધામ નું નિર્માણ ગુજરાત ના ભક્તો ને લાભ મળે તેના હેતુસર ડાકોર થી 12 કિલોમીટર બોરડી અલીણા પાસે કરવામાં આવ્યું છે. જેનું સંચાલન શ્રી ગીતાસાગર મહારાજના માર્ગદર્શન હેઠળ વજ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
શ્રી બાંકે બિહારીજી ધામ ખાતે ૨૪ કલાક અન્નક્ષેત્ર કાર્યરત છે, જ્યાં ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરના ધ્યેય અનુસાર “કોઈ પણ મનુષ્ય ભૂખ્યો ન જાય” એ મહત્વપૂર્ણ સંકલ્પ સાથે અન્નક્ષેત્ર અવિરત ચાલે છે. ડાકોર જતી પદ્યાત્રિકો માટે પણ અહીં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ડાકોર જતી યાત્રામાર્ગ પર આ એકમાત્ર સ્થાન છે જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી વિનામૂલ્યે ભરપેટ ભોજન કરી શકે છે. આ અન્નક્ષેત્ર માત્ર ભોજન નથી, પણ સાચી અર્થમાં સેવા અને ભક્તિનું પ્રતીક છે.
આ ધામ માત્ર મંદિર નથી, પણ ભક્તિ અને કરુણાની જીવંત મૂર્તિ છે. અહીં આવેલા શ્રી બાંકે બિહારીજી ભગવાનનું રૂપ કૃષ્ણ અને રાધાના સંગમરૂપે છે, જ્યાં ભક્તોને કૃષ્ણની લીલાઓ અને રાસભાવનો અનુભવ થાય છે.

શ્રી ગીતાસાગર મહારાજ ના શ્રીમુખે શ્રી બાંકે બિહારીજીનું વર્ણન




