Skip to content Skip to footer

વ્રજ સેવા ટ્રસ્ટ – સ્થાપના અને ભવિષ્યનું ભવ્ય મંદિર

શ્રી ગીતાસાગર મહારાજે સંત શ્રી પુનિત મહારાજના તથા દિવ્યસંતો-ભકતોના આશીર્વાદ થી સમયાંતરે કથા અને કિર્તનના માધ્યમથી લોકોની સાથે ભક્તિ કરતા લોક સેવા અર્થે અને સમાજને કંઈ આપવુ એવા પુનિત વિચારોથી “વ્રજ મંડળની” “વજ સેવા પરિવાર સંસ્થાનમ્’ નામથી સંસ્થાની શરૂઆત કરી. દીકરીના લગ્ન, ગૌમાતાની સેવા તથા ભૂખ્યાને ભોજન વસ્ત્રદાન અનુદાન એજ યુનિત મંત્ર માની કામ કરવાની શરૂઆત કરી. વ્રજ સેવા ટ્રસ્ટ દ્વારા ગુજરાતના ડાકોરમાં ₹8 કરોડના ખર્ચે બાંકે બિહારી વૃંદાવનની થીમ પર એક ભય મંદિર બનાવશે. આ ભય મંદિર એક વિશાળ માળનું માળખું હશે, જે ભતોની સુવિધા, સુલભતા અને આધ્યાત્મિક અનુભવને સર્વોપરી રાખીને ડિઝાઇન કરવામાં આયુંછે. પહેલા માળે એક ભવ્ય સભા મંડપ હશે, એક સુંદર બાલ્કની પણ હશે. આ સભા મંડપ માં ખાસ ધાર્મિક કાર્યક્રમો, તહેવારો અને ભતોને ભેગા થવા અને ધાર્મિક કાર્યક્રમોનો આનંદ માણવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે.

ભક્તિ અને માનવતાનો સુખદ સંગમ

વ્રજ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી બાંકે બિહારીજી ધામ ખાતે ૨૪ કલાક અન્નક્ષેત્ર કાર્યરત છે, જ્યાં ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરના ધ્યેય અનુસાર “કોઈ પણ મનુષ્ય ભૂખ્યો ન જાય” એ મહત્વપૂર્ણ સંકલ્પ સાથે અન્નક્ષેત્ર અવિરત ચાલે છે. ડાકોર જતી પદ્યાત્રિકો માટે પણ અહીં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ડાકોર જતી યાત્રામાર્ગ પર આ એકમાત્ર સ્થાન છે જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી વિનામૂલ્યે ભરપેટ ભોજન કરી શકે છે. આ અન્નક્ષેત્ર માત્ર ભોજન નથી, પણ સાચી અર્થમાં સેવા અને ભક્તિનું પ્રતીક છે.
તથા ગૌ સેવા, ૨૪ કલાક ભક્તો માટે અન્નક્ષેત્ર, દર વર્ષે જરૂરિયાતમંદ દિકરા‑દિકરીના સમૂહ લગ્ન, વિનામૂલ્યે યાત્રિકો માટે મોટેની ઉતારાની રહેવાની વ્યવસ્થા, તેમજ બીજી અનેક શ્રદ્ધાભરેલી ધાર્મિક સેવાઓ જેવી પ્રવૃત્તિઓ પણ સતત કરવામાં આવે છે.
વ્રજ સેવા ટ્રસ્ટ દ્વારા રાધેશ્યામ ગૌશાળા પણ ચલાવવામાં આવે છે જ્યાં ૧૨૦થી વધુ ગાયોની સેવા થાય છે.